વડોદરાઃ એલેમ્બિક ફર્માસ્યુટિકલ્સની રિસર્ચ ફર્મ રાઇઝેન ફર્માસ્યુટિકલ્સ એજી દ્વારા કેન્સરની નવા દવા અંગે સંશોધન ચાલી રહ્યું હતું. આ અંગે વધુ સંશોધન યુએસની ટીજી થેરાપેટિક્સ દ્વારા કરાયું હતું. ટીજી થેરાપેટિક્સ દ્વારા તે દવાને મંજૂરી માટે યુએસ એફડીએ સમક્ષ માગ કરાઇ હતી. આ દવાની રિસર્ચ ટ્રાયલ અને માર્કેટિંગ યુએસની ટીજી થેરાપેટિક્સ દ્વારા કરાઈ છે. તેનું સંપૂર્ણ મેન્યુફેક્ચરિંગ વડોદરા એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ દ્વારા થયું છે. આ દવાને યુએસના ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા તાજેતરમાં જ મંજૂરી આપવામાં આવી છે એટલે કે દવાને યુએસ એફડીએ દ્વારા મંજૂરી મળી ચૂકી છે. આ દવાને એફડીએની મંજૂરી મળતાં ટૂંક સમયમાં જ પહેલાં યુએસમાં લોન્ચ કરવામાં આવશે. આ ડ્રગ અમ્બ્રાલિસિબ (યુકોનિક)નું ભવિષ્યમાં પ્રોડક્શન પણ એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કરવામાં આવશે. હવે, આગામી ટૂંક સમયમાં કંપની દ્વારા દવા અમ્બ્રાલિસિબ (યુકોનિક) નામથી લીમ્ફોમા અને ફોલિક્યુલર લીમ્ફોમા માટે લોન્ચ કરવામાં આવશે.
કેન્સરની સારવારમાં ઉપયોગી
બ્લડ કેન્સર સહિતના કેન્સરના રોગોમાં હાલ ઇન્જેક્શન અને કિમો થેરાપી જેવી સારવાર પદ્ધતિનો ઉપયોગ થાય છે. જે દર્દીના બેડ તેમજ ગુડ સેલ પર અસર કરે છે. અમ્બ્રાલિસિબ (યુકોનિક) વિશ્વની પહેલી દવા છે જે મોં વાટે લઇ શકાય તેવી છે. જે બ્લડ કેન્સરના રોગની સારવાર માટે ઉપયોગી છે. આ દવા માત્ર દર્દીના બેડ સેલ પર જ અસર કરે છે. આ પ્રકારની દવા વિશ્વમાં પહેલી છે.