વડોદરાઃ રાજ્યમાં પ્રથમવાર વડોદરાના માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્સમાં સોમવારે સવારે ગુજરાત અને છત્તીસગઢની ટીમ વચ્ચે ભારતની જૂની રમત ગિલ્લી-દંડાની મેચ હતી. રાજ્યના રમતગમતદ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી અને વડોદરા મહાનગર પાલિકાના સહયોગથી છત્તીસગઢ રાજ્ય સાથેના પરંપરાગત રમતો વિષયક એમઓયુ અંતર્ગત આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યના ખેલ પ્રધાન રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ધારાસભ્યો જિતુભાઈ સુખડિયા, ડે. મેયર યોગેશભાઈ પટેલ, મ્યુ. કમિશનર ડો. વિનોદરાવે બચપણની યાદોને તાજી કરતાં ગિલ્લી-દંડાની રમત પર હાથ અજમાવ્યો હતો. વડોદરા સહિતની કુલ ૪૦ ટીમોએ ભાગ લીધો હતો.