છોટાઉદેપુર: પૂર્વ કેન્દ્રિય પ્રધાન તથા રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા કોરોનાથી સંક્રમિત થતાં તેઓને તેમના દિલ્હીસ્થિત નિવાસસ્થાને આઈસોલેટ કરાયા છે.
છોટાઉદેપુર ખાતે રહેતા સાંસદ નારણ રાઠવાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં તાજેતરમાં સંસદ સભ્યોના કરાયેલા કોરોના ટેસ્ટ દરમિયાન નારણભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની તબિયત પણ સારી છે.