વડોદરા: બેંક ઓફ બરોડાના રૂ. ૧૯૨ કરોડના ડિફોલ્ટર શ્રી મુક્ત જ્વેલર્સ બરોડા પ્રાઇવેટ લિ.ના સંચાલકોની મિલકતોની આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ ઇ-હરાજી થશે. બેંક ઓફ બરોડા દ્વારા રિકવરી ટ્રિબ્યૂનલમાંથી હરાજી કરવા માટે મંજૂરી મેળવવામાં આવી છે. ૭મી ડિસેમ્બરે રોજ આ અંગે લીલીઝંડી આપવામાં આવી હતી. બેંક દ્વારા હવે મિલકતોના લોટ નક્કી કરીને હરાજી કરવામાં આવનાર છે. રાજકીય નેતાઓ, બિલ્ડરો, સરકારી અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ તેમજ સામાન્ય નાગરિકોને આકર્ષક વ્યાજ આપવાની ઓફર કરીને શ્રી મુક્ત જ્વેલર્સના સંચાલકોએ કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા. બીજી તરફ બેંક ઓફ બરોડા પાસેથી પણ રૂ. ૧૯૨ કરોડની લોન લેવામાં આવી હતી.