વડોદરા-કેવડિયાની રેલવે લાઇનનું મોદીના હસ્તે લોકાર્પણ થશે

Monday 11th January 2021 05:54 EST
 

રાજપીપળા, વડોદરા: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સાતમીએ તિલકવાડામાં યોજાયેલા કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે, ૧૬ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા સ્થિત આત્યાધુનિક રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે. આ ઉપરાંત ૧૮ જાન્યુઆરીએ વડા પ્રધાન અમદાવાદ-ગાંધીનગર ગિફ્ટ સિટીને જોડતી અમદાવાદ મેટ્રો ફેઝ-૨ અને સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવશે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયામાં હોવાથી ભારત દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન પણ કેવડિયામાં જ બની ગયું છે જેને આખરે ઓપ અપાઇ રહ્યો છે. આ રેલવે સ્ટેશનમાં રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ હશે. અહીં સરદાર પટેલની આર્ટ ગેલેરી પણ બનાવવામાં આવશે.
માત્ર એક કલાકમાં કેવડિયા પહોંચાશે
કેવડિયામાં રૂ. ૬૬૩ કરોડના ખર્ચે કેવડિયાને જોડતી રેલવે લાઇન વડોદરા-ડભોઇ થઇ કેવડિયા પહોંચશે. આ રેલવે સ્ટેશન પર અન્ય સ્ટેશનો કરતાં વધુ પ્રવાસીઓ આવશે. તેવી આશા વ્યક્ત કરાઈ છે. આ ટ્રેન ઇલેક્ટ્રિક લાઇન સાથે જોડવામાં આવી છે જે વડોદરાથી ૧૧ કલાકમાં કેવડિયા પહોંચી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter