વડોદરા પાસે દેવ નદીમાં ખેડૂત - મગર વચ્ચે બથ્થંબથ્થી

Tuesday 21st July 2020 07:06 EDT
 

વડોદરા: વડોદરા નજીક વાઘોડિયામાં આવેલી દેવ નદીમાં મગરે ગ્રામજનો પર હુમલો કર્યાના વારંવાર બનાવો બને છે. થોડા સમય પહેલાં મગરે એક મહિલાનો શિકાર કરતાં ગ્રામજનો અને મગર વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આવો જ બનાવ તાજેતરમાં ૧૬મીએ સાંજે બન્યો હતો જોકે ખેડૂતનો બચાવ થયો હતો.વાઘોડિયાના પાટિયાપુરામાં રહેતા જગદીશભાઈ વસાવા ૧૬મીએ સાંજે ખેતરમાંથી આવી રહ્યા હતા. આવતાં આવતાં તેઓ દેવ નદીમાં હાથ પગ ધોવા ઉતર્યાં હતાં. એ સમયે ૧૦થી ૧૨ ફૂટ લાંબા મગરે તેમના પર હુમલો કર્યો હતો. જગદીશભાઈ એ હિંમતપૂર્વક મગરનો મુકાબલો કર્યો હતો. બંને વચ્ચે પાંચથી સાત મિનિટ સુધી લડાઈ થઈ હોવાનું જાણવા મળ્યું છે. છાતી અને હાથે ગંભીર ઇજા થતા લોહીલુહાણ થયેલા જગદીશભાઈએ મુકાબલો ચાલુ રાખ્યો હતો. જોકે એ પછી તેમનો બચાવ પણ થયો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter