વડોદરા/લિવિંગસ્ટોનઃ અમેરિકાની લિવિંગસ્ટોન, લુસિઆના એન્ડ હેન્ડફોર્ડના ખગોળ વૈજ્ઞાનિકોની ટીમે ગત સપ્ટેમ્બર મહિનામાં લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ્ઝ ઓબ્ઝર્વેટરી (એલ.ઇ.જી.ઓ)થી બે બ્લેકહોલની ટક્કરથી સર્જાતા ગુરુત્વાકર્ષણ તરંગોની સાબિતીની શોધ કરી છે. ટીમમાં વડોદરાનો ૨૭ વર્ષીય કરણ જાની છે. જ્યોર્જિયા ટેક યુનિવર્સિટીના પી.એચડી.ના સ્ટુડન્ટ કરણે સંશોધનમાં બ્લેકહોલના ક્લેશનું સિમ્યૂલેશન મોડેલ સુપર કમ્પ્યૂટર્સની મદદથી બનાવ્યું છે. કરણની અચિવમેન્ટ માટે તે જે સ્કૂલમાં ભણ્યો હતો તે શ્રેયસ સ્કૂલમાં વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કરણે સંશોધન સાથે સંકળાયેલા વિવિધ સવાલોના જવાબ આપ્યાં હતા. તેણે જણાવ્યું હતું કે, શોધ ૧૪મી સપ્ટેમ્બર, યુનિવર્સિલ ટાઇમ મુજબ સવારે ૫.૫૧ કલાકે તરંગોની શોધ થઇ હતી. પણ અમેરિકન સરકાર અને લિગો સંસ્થાએ તેની જાહેરાત ૧૧મી રાત્રે ૯-૩૦ કલાકે કરી હતી. આ વીસી થઈ ત્યારે તેના મમ્મી અને સ્કૂલના પ્રિન્સિપાલ નીતા જાની પણ ત્યાં હાજર હતાં અને બંનેએ કરણને અભિનંદન આપ્યાં હતાં.