વડોદરાઃ મહારાજ પ્રતાપસિંહ ગાયકવાડનાં પત્ની સીતાદેવીના આસનની શોભા રહી ચૂકેલા મોતીનાં છત્રની બ્રિટિશ ઓક્શન હાઉસમાં હરાજી થઈ હતી. હરાજીમાં છત્રનાં રૂ. ૧૫.૩૩ કરોડ ઉપજ્યા હતા. આ રકમ હરાજી કરનારી કંપનાના સંચાલકોના અનુમાન કરતા બમણી હતી. બરોડા પર્લ કેનોપી તરીકે પ્રખ્યાત આ છત્રની હરાજી ક્રિસ્ટીના ઇન્કો.માં થઈ હતી. ન્યૂ યોર્કમાં ૨૦૧૧ના એપ્રિલમાં જ આ મોતીના છત્રની થયેલી હરાજીમાં રૂ. ૨૩,૨૨,૫૦૦ ડોલર ઉપજ્યા હતા. આ મોતીનું છત્ર મહારાજાઓ અને મુગલ સામ્રાજ્યની ઐતિહાસિક ચીજોની લિલામીનો ભાગ હતું. આ હરાજીમાં ૩૮૬ ચીજો હતી. તેમાં હૈદ્રાબાદના નિઝામની તલવાર, ટીપુ સુલતાનની જાદુઈ પેટી, મુગલ કાળની અન્ય એન્ટિ ચીજોનો સમાવેશ થતો હતો. મોતીના આ છત્રનું દિલ્હી ૧૯૦૨-૦૩માં ઇન્ડિયન આર્ટિક એક્ઝિબિશનમાં રજૂ કરાયું હતું.
જિતેન્દ્રસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, આ છત્ર મહારાણી સીતાદેવી ગાયકવાડથી આસનની શોભા હતી. તે વડોદરાના છેલ્લા શાસક મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડનાં બીજા પત્ની હતાં. આ મોતીનું છત્ર મહારાજા ખંડેરાવ ગાયકવાડ દ્વારા તૈયાર કરાવાયેલી હયાત બે કલાકૃતિઓમાંનું એક છે. બીજી કલાકૃતિમાં બરોડા પર્લ કાર્પેટ અત્યારે કતાર દેશના મ્યુઝિયમમાં ૨૦૦૯માં ૫.૪ બિલિયન ડોલરમાં હરાજી થઈ હતી. મહારાજા ખંડેરાવ આ છત્ર મદિનામાં મહંમદ પયંગબરની દરગાહ પર ભેટ ચઢાવવા લાવ્યા હતા. તે ૧૮૭૧માં હજ કરવા માગતા હતા.
તેમણે કાર્પેટ બનાવવા ૧૮૬૦ ઓટ્ટોમન સામ્રાજયના કલાકારો બોલવ્યા હતા. દુર્ભાગ્યે તે ૧૮૭૦માં ૪૨ વર્ષની નાની વયે ગુજરી ગયા અને તેમની ઇચ્છા અધૂરી રહી ગઈ. સીતાદેવી પ્રતાપસિંહ રાવ સાથે ૧૯૫૨માં બ્રિટન જવા નિકળ્યા ત્યારે તે આ ચંદરવો પોતાની સાથે લઈ ગયા હતા.