આ ઉપરાંત તેમને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સાઉથ એશિયાની કૃષિ બાબતોનું સુકાન સોંપાયું છે. અત્યારે વિશ્વમાં સૌથી વધુ દાન આપતી આ સંસ્થામાં આટલી મોટી જવાબદારીની જગ્યા પર નિમણૂક થઇ હોય એવા તેઓ પ્રથમ ભારતીય બન્યા છે. પૂર્વી મહેતા યુનાઇટેડ નેશનની લાઇવ સ્ટોક રિસર્ચચ ઇન્સ્ટિટયૂટમાં એશિયા હેડ તરીકે ફરજ બજાવતા હતા ત્યાંથી તેમણે રાજીનામુ આપ્યું છે.
ગત સપ્તાહે તેમણે વડોદરામાં જણાવ્યું હતું કે, ‘મારા માટે ગૌરવની વાત એ છે કે બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા મને સામેથી આ પદ માટે બોલાવામાં આવી હતી. ખરેખર તો આખી વાતની શરૂઆત ચાર વર્ષ પહેલા થઇ હતી. ત્યારે હું યુએન તરફથી નાઇરોબીમાં કામ કરતી હતી અને બિલ ગેટ્સ ત્યાં આવ્યા હતા. મારી સાથેની મુલાકાત બાદ તેઓ મારા વિશે માહિતી તેમની ડાયરીમાં નોંધીને ગયા હતા. અને છ મહિના પહેલા તેમની ઓફિસેથી મારી સાથે ચર્ચા શરૂ કરાઇ હતી. હવે બધું ફાઇનલ થઇ ગયુ છે અને હું અમેરિકાના સિએટલમાં ફાઉન્ડેશનની હેડ ઓફિસમાં જઇને મારી કામગીરી સંભાળીશ.’