વડોદરાઃ ગુજરાત સરકારે પાટીદારો માટે અનામત અંગેની કોઈ જાહેરાત નહીં કરતાં પાટીદારોએ સરકારી, સહકારી અને ખાનગી બેન્કોમાં મુકેલી ફિક્સ ડિપોઝીટના નાણાં ઉપાડી સરકાર વિરુદ્ધ અસહકારની લડત શરૂ કરી છે. જેના ભાગરૂપે વડોદરા શહેર-જિલ્લાની બેંકોમાંથી ૧૬ ઓક્ટોબરે પાટીદારોએ રૂ. ૧.૨૫ કરોડથી વધુની રકમ ઉપાડી લીધી હોવાનો દાવો કર્યો છે. શહેરની બેન્ક ઓફ બરોડામાંથી શિનોરના રજનીકાંત પટેલે રૂ. ૧૦ લાખની રકમ ઉપાડી લેતાં આંદોલન સમિતિએ તેમનું સન્માન કર્યું હતું.