વડોદરાની યુવતીનો સંકલ્પઃ ૧૦ હજાર વિદ્યાર્થિનીની કુલ રૂ. એક કરોડ ફી ભરશે

Friday 08th June 2018 06:09 EDT
 
 

ભારત સરકારના બેટી પઢાવો, બેટી બચાવો અભિયાનને વડોદરા શહેરની યુવતી શિક્ષણ દાતાઓની મધ્યસ્થ બનીને આ વર્ષે શહેરની ૧૦૭ શાળાઓની ૧૦ હજાર વિદ્યાર્થિનીઓની રૂ. ૧ કરોડ ફી ભરશે. વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી આ યુવતીએ જણાવ્યું હતું કે, કોઈ ગરીબ પરિવારની છોકરીનું ફીના કારણે શિક્ષણ ન બગડે તે મારો મુખ્ય ધ્યેય છે.
સામાજિક કાર્યકર નિશિતા રાજપૂતે જણાવ્યું હતું કે, છેલ્લા ૭ વર્ષથી શિક્ષણ દાતાઓની મધ્યસ્થ બનીને શહેરની શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની ફી ભરી રહી છું. પ્રતિ વર્ષ વિદ્યાર્થિનીઓની સંખ્યામાં અને દાતાઓમાં વધારો થઈ રહ્યો છે. આ વખતે ૧૦૭ શાળાઓની ૧૦ હજાર વિદ્યાર્થિનીઓની હું ફી ભરવા જઈ રહી છું.
તેણે એમ પણ જણાવ્યું હતું કે, પ્રતિ વર્ષે ૧૫૧ વિદ્યાર્થીનીઓને દત્તક લઈ રહી છું અને તેના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી રહી છું. હું વિદ્યાર્થીનીઓની ફી ભરવા સાથે સ્કૂલ ડ્રેસ, શૂઝ સહિત શિક્ષણને લગતી વિવિધ ચીજવસ્તુઓ પૂરી પાડું છું. આ ઉપરાંત દર વર્ષે ૭ વિદ્યાર્થિઓનો બર્થ ડે પણ ઉજવું છું.
નિશિતાના પિતા ગુલાબ રાજપૂત પણ સામાજિક સેવાનું કામ જ કરે છે. જેમનામાંથી પ્રેરણા મેળવીને નિશિતા પણ પપ્પાના રસ્તે કામ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter