વડોદરામાં નાણા પ્રધાન સૌરભ પટેલે ભાગવું પડ્યું

Wednesday 29th April 2015 09:14 EDT
 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌત્રી વિસ્તારમાં મુખ્ય પ્રધાન ગૃહ યોજનાના સ્થળે સોમવારે સાંજે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમ વેળા સ્થાનિક રહિશોએ ગૃહ યોજનાના વિરોધમાં મંડપની તોડફોડ અને પથ્થરમારો કરતાં ભારે નાસભાગ મચી હતી. પથ્થરમારામાં ડેપ્યુટી મેયર સુનિતા શુક્લને માથામાં ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ ઘટનાને કારણે ખાતમુહૂર્તનો કાર્યક્રમ મુલત્વી રાખવો પડ્યો હતો. નાણા પ્રધાન સૌરભ પટેલ સહિત પદાધિકારીઓને ખાતમુહૂર્ત કર્યા વિના પરત જવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે સૌરભ પટેલ અહીંના અકોટા વિસ્તારના ધારાસભ્ય પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter