વડોદરાઃ કોરોના કેસોનો વિસ્ફોટ થવા પાછળ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારના તબલીગી જમાતના હેડ ક્વાર્ટરની મરકઝને માનવામાં આવે છે ત્યારે સ્ફોટક વિગતો ખૂલી છે કે, વડોદરા જિલ્લામાં તબલીગી જમાતનું હેડક્વાર્ટર નાગરવાડા સૈયદપુરા છે. માર્ચ ૧૪થી ૨૦ માર્ચ તબલીગી જમાતની મરકઝ મળી હતી. જેમાં મુંબઈના જોગેશ્વરી, ભાવનગર અને આંધ્ર પ્રદેશના ચિતુરથી ૩ જમાત આવી હતી. જેમાં ૨૨ તબલીગી આવ્યાં હતાં. નાગરવાડાના ફિરોઝ પઠાણ અમદાવાદના દાણી લીમડાની મુલાકાત લીધી હતી. તે વડોદરા પરત ગયા બાદ તેને કોરોના વાઈરસ થયો હોવાની જાહેરાત થઈ હતી. ફિરોઝ પઠાણના કારણે એક જ સપ્તાહમાં વડોદરામાં કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છે.
ભેદી મુલાકાત
અમદાવાદની ભેદી મુલાકાતની હકીકત ફિરોઝખાને પોલીસની છુપાવી હતી. નાગરવાડામાં સૌ પ્રથમ કોરોના ગ્રસ્ત જાહેર થયેલા ફિરોઝખાન પઠાણ (ઉ. વ. ૫૪)ની જે તે વખતે પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે તેણે એવી હકીકત જાહેર કરી નહોતી. ફિરોઝે કહ્યું હતું કે લોકડાઉનનની સ્થિતિમાં જરૂરિયાતમંદોને ભોજન આપવા જતો હતો. ૧૬મી માર્ચે ફિરોઝખાન અમદાવાદ ગયો હતો અને તે દિવસે જ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પાછો આવ્યો હતો.
પોલીસનો રિપોર્ટ
વડોદરા ક્રાઇમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે તપાસ શરૂ કરી હતી. વડોદરા પોલીસે આ અંગેનો તમામ વિગતો સાથેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપવા સાથે હવે પછીની કાર્યવાહી હાથ ધરી છે.