વડોદરા: મ્યુનિ. તંત્ર દ્વારા બાપ્સ, અટલાદરાના યજ્ઞપુરૂષ સભા સ્થળ ખાતે ૫૦૦ પથારીની સમર્પિત કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો પ્રથમ તબક્કો કાર્યરત થયો છે. ગોત્રી મેડિકલ હોસ્પિટલની વિસ્તરણ સુવિધાના ભાગરૂપે યજ્ઞ પુરૂષ સભામંડપમાં કોવિડ દર્દીઓની અહી સારવાર કરવામાં આવી રહી છે. બાપ્સ સંસ્થાનું સભા મંડપ આજે દર્દી નારાયણનોની સેવા સારવારનું કેન્દ્ર બન્યું છે.
હાલમાં આ યજ્ઞપુરુષ શેડમાં જરૂરી તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. સંસ્થા દ્વારા નોન મેડિકલ સુવિધાઓ જેવી કે મોબાઈલ ટોઇલેટ, બાથરૂમ, એર કુલર, પાર્કિંગની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે જ્યારે રાજ્ય સરકારે તમામ મેડિકલ સુવિધાઓ પૂરી પાડી છે. હાલમાં આ સેન્ટરમાં ડોક્ટર, નર્સ દ્વારા કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા ૬૦૦ જેટલા જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને ભોજન આપી અન્યના દુઃખમાં મદદ કરવામાં આવી રહી છે.