વડોદરાઃ દેશભરમાં જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટસના લોકોમાં ખૂબ જાણીતા છે. આ ગરબામાં ક્યાંય લાઉડસ્પીકર કે માઇકનો ઉપયોગ કરવામાં નથી આવતો અને માત્ર ગાઈને ગાયક દ્વારા ગરબા રમાડવામાં આવે છે. હવે લોકપ્રિય ગરબામાં આ વખતે બીજું પણ એક નવું નજરાણું ઉમેરાયું છે. આ વખતે આ ગરબામાં ખેલૈયાઓએ એવા કુર્તા પહેરશે જેના પર નરેન્દ્ર મોદીનું પોટ્રેટ હશે. આવા કુલ બે હજાર કુર્તા બનાવવામાં આવ્યા છે, જેને ફાઇન આર્ટસના ગરબાનો ડ્રેસ-કોડ બનાવવામાં આવ્યો છે. કુર્તા પર જે નરેન્દ્ર મોદીનું ચિત્રણ કરવામાં આવ્યું છે તે ફાઇન આર્ટ્સની વિદ્યાર્થિની ઉન્નતિ કહારે બનાવ્યા છે. ઉન્નતિ કહે છે કે, ‘નરેન્દ્ર મોદીને કારણે આજે એ ગુજરાતની સંસ્કૃતિ વિશ્વભરમાં જાણીતી બની છે.
અમેરિકાના ઓબામા અને માર્ક ઝકરબર્ગ પણ ‘કેમ છો’નો અર્થ સમજે છે. આથી મને વિચાર આવ્યો કે નરેન્દ્ર મોદીને ગરબામાં કઈ રીતે લાવી શકાય. સાચા મોદી તો ન જ આવે એટલે પછી તેમની હાજરીમાં ગરબા રમવા માટે આ રીતે કુર્તા પર પેઇન્ટિંગ બનાવવાનો વિચાર આવ્યો,
જેને યુનિવર્સિટીએ ડ્રેસ-કોડ બનાવ્યો છે.’
• એનઆરઆઇના અપહૃત પુત્રનો અંતે છૂટકારોઃ પેટલાદના પાળજ ખાતેથી ગત સપ્તાહે ઓસ્ટ્રેલિયાવાસી પાટીદાર દંપતીના છ વર્ષીય બાળક ક્રિયાન પટેલનું બે લોકોએ અપહરણ કર્યું હતું. પોલીસે ૩૨ કલાક બાદ બાળકને અપહરણકર્તાઓ પાસે હેમખેમ છોડાવ્યો છે. આરોપીઓની પૂછપરછમાં રૂ. પાંચ કરોડની ખંડણી માગવાનો ઇરાદો હોવાનું કબૂલ્યું હતું. ઓસ્ટ્રેલિયાથી આવેલા આરોપી મયૂર પટેલ અને ક્રિયાનના ઓસ્ટ્રેલિયામાં રહેતા પિતા તેજસ પ્રવિણભાઇ પટેલ વચ્ચે આર્થિક વ્યવહારનો મામલો કારણ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ક્રિયાનની માતા નિશા પટેલ ઓસ્ટ્રેલિયાથી તાત્કાલિક આવી ગયા હતા.