જે માટે ૭ લાખ ફૂટનો વિશાળ શામિયાણો તૈયાર કરાશે. કથા સ્થળે શ્રોતાઓ માટે પ્રસાદીની પણ વ્યવસ્થા કરાઈ છે. આ માટે અલગથી ૪ લાખ ફૂટનો મંડપ તૈયાર થશે. પ્રસાદ માટે ૧૬૫ કાઉન્ટરો ઊભા કરાશે. આ ઉપરાંત રોજ કથા વિરામ બાદ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે જેમાં શંકર મહાદેવન, નુરાન સિસ્ટર્સ (સુફી), ભીખુદાન ગઢવી, ઓસમાણ મીર, હેમંત ચૌહાણ જેવા કલાકારો મનોરંજન પૂરું પાડશે.