સુલેમાની ચાલ અને અડાણીયા પુલ પછી મ્યુનિ. કોર્પોરેશને રામદેવનગરનું મેગા ડિમોલેશનનું ઓપરેશન હાથ ધર્યું હતું. રવિવારની જાહેર રજાના દિવસે જ પોલીસનો જંગી કાફલો ઉતારી દેવાયો હતો અને ગોત્રી તળાવને અડીને આવેલા રામદેવનગરના ૪૨૫ કાચાપાક માકનો ૩૦ જેસીબી મશીનની મદદથી તોડી પાડ્યાં હતાં. કોઈપણ જાતના વિરોધ વંટોળ વિના ડિમોલેશનની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
• યુકો બેંકનું એટીએમ કાપી રોકડા રૂ. ૬.૪૩ લાખની ચોરીઃ ગોધરા પ્રભા જકાતનાકા દાહોદ હાઈવે ઉપર આવેલી યુકો બેંકનુ એટીએમ કાપી તસ્કરો ૬.૪૩ લાખની રોકડ રમકની ચોરી કરતાં ચકચાર મચી ગઈ છે. લૂંટારુઓએ એટીએમમાં નાણાં નૂકવાની સલામત જગ્યાએ અને લોકની ઉત્તમ સુવિધાની ઐસી કી તૈસી કરીને ઇલેકટ્રોનિક કટર વડે લોડ પ્લેટ કાપી આરામથી પોતાનો મનસૂબો પાર પાડ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.
• વાડી તાઇવાડામાં ધિંગાણુંઃ વડોદરાવા વાડી તાઇવાડામાં રવિવારે સાંજે બે યુવકો વચ્ચે થયેલા ઝઘડા બાદ રાત્રે તાઇ અને પઠાણ સમાજના લોકો વચ્ચે પથ્થરમારો અને વાહનોની તોડફોડ થતાં તંગદિલી વ્યાપી હતી. આ કેસમાં ઝઘડા ઉપરાંત મકાનો ખાલી કરાવવાનું કારસ્તાન હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. હુમલામાં સાત જેટલા લોકોને ઇજા પહોંચતા બંને પક્ષના ૨૦ સહિત ૨૦૦થી ૩૦૦ના ટોળા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આમ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી તોફાનીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.