વસોઃ તાલુકામથકના મોટા દાનવીર અને ‘પસાકાકા’ના નામે જાણીતા પી. એફ. અમીનનું બીમારીને કારણે ૧૪ એપ્રિલે અવસાન થયું હતું. સદ્ગતની સ્મશાનયાત્રામાં વસોના સામાજિક, રાજકીય, ધાર્મિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર પંથકે તેમની ખોટ ક્યારેય પૂરી શકાશે નહીં તેવી લાગણી વ્યક્ત કરીને અંજલિ આપી હતી. સ્વ. પી. એફ. અમીને શ્રીમતી કે. પી. એફ. અમીન સરસ્વતિ વિદ્યામંદિરને રૂ. ૪૩ લાખનું , વસો આરોગ્ય મંડળને રૂ. ૧૩ લાખ, વસો પંચાયતને શોપિંગ સેન્ટર માટે રૂ. ૩.૬૧ લાખ, પરાં વિસ્તારની પાણીની ટાંકી માટે રૂ. એક લાખ સેવા સહકારી મંડળીના ગોડાઉન માટે રૂ. એક લાખ, વસો કેળવણી મંડળના કે. જી. કલાસ માટે રૂ. ૨.૨૫ લાખનું માતબર આપેલ હતું. તેઓ પત્ની કમળાલક્ષ્મી બહેન, પુત્ર ભાવિનભાઈ સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.