રાસ કેળવણી મંડળ, રાસને સ્વ. ચંદુલાલ અંબાલાલ પટેલ (અમેરિકા) તરફથી ધોરણ-૧થી ૧૨ના પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને દર વર્ષે અપાતા ઈનામ માટે રૂ. ૭૫ હજાર અને બાળમંદિરના બાળકો માટે તિથિ ભોજન પેટે રૂ. ૫૦૦૦ તથા અગાઉ તેમના પરિવાર તરફથી મંડળને આપેલા તિથિભોજનમાં વધારા પેટે રૂ. ૩૫,૦૦૦ મળી કુલ રૂ. ૧,૩૫,૦૦૦ તેમના પુત્ર પટેલ જશવંતભાઈ ચંદુલાલ રાસના હસ્તે દાન મળેલ છે.
નર્મદા ડેમ નજીક હળવા ભૂકંપથી ગભરાટ
કેવેડીયા કોલોની ખાતે ગત સપ્તાહે સતત બે ભૂકંપના હળવા આંચકા નોંધાતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ભૂકંપનું એપી સેન્ટર નર્મદા ડેમથી ૧૨ કિલોમીટર દૂર નોંધાયું હતું.