વડોદરા: એક રિસર્ચ પ્રમાણે આજથી લગભગ ૬.૫ કરોડ વર્ષ પહેલા ભારતમાં ડાયનાસોરની ૨૫ પ્રજાતિઓ વસવાટ કરતી હતી. તેમાં પણ શાકાહારી અને માંસાહારી ડાયનાસોર સૌથી વધુ ઈંડા મહીસાગર જિલ્લાના બાલાસિનોરના રાયોલી ગામમાં મૂકતા હતા. જીઓલોજિસ્ટ દ્વારા આ સાઈટ ૧૯૮૧માં શોધાઈ હતી. ૭૦ એકરમાં ફેલાયેલી આ જમીન પર પણ ડાયનાસોરના ઈંડાના અવશેષો જોવા મળે છે, એમ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલયના એજ્યુકેશન ફેસેલિટેટ ચિન્મયનું કહેવું છે.
મુંબઈમાં આવેલા છત્રપતિ શિવાજી સંગ્રહાલય દ્વારા છેલ્લા પાંચ વર્ષથી બાળકો સુધી મ્યુઝિયમમાં રહેલી
દુર્લભ ચીજવસ્તુઓની માહિતી પહોંચે તે હેતુથી બસ પ્રવાસ કરી રહ્યા છે.
‘જીવતા અસ્મિઓ’ની થિમ હોવાથી બસમાં વિવિધ પથ્થરો, કાચબા, મગર અને વંદાના અસ્મિઓ ઉપરાંત નામશેષ થયેલા ડાયનોસરના અસ્મિની પ્રતિકૃતિ પણ રાખેલી છે. ચિન્મયે કહ્યું કે, સૌથી વધુ ડાયનાસોરની સંખ્યા ભારતમાં હોવા છતાં તેના અસ્મિઓ માટેનું ખોદાકામ કાર્ય થયું જ નથી. રિસર્ચ વર્ક કરે
પણ ખોદકામ સુધી કોઈ પહોંચતું જ નથી.