વડોદારાઃ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા)માં ફરજ બજાવતા ચિફ એક્ઝીક્યુટીવ ઓફિસર એન. સી. શાહ અને જૂની ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા એસ. આર. પટેલને શહેરની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમે તાજેતરમાં રૂ. ૧.૨૫ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
જમીન કપાતના કેસમાં આ બંને અધિકારીઓએ રૂ. ૧.૫૦ લાખની લાંચ માગી હતી. અધિકારીઓની અટકાયત પછી એન. સી. શાહના આણંદ બાકરોલ સ્થિત બંગલામાં પણ એસીબીએ સાતમીએ રાત્રે સર્ચ કરતાં રૂ. ૧૨ લાખ રોકડા મળી આવ્યા હતા.
આ ઉપરાંત સોનાની લગડી, ચાંદી તેમજ દાગીના સહિત ૭ લાખના દાગીના પણ મળ્યા હતાં. લાંચ લેતા પકડાયેલા બંનેને કોર્ટમાં રજૂ કરી ૧૦ દિવસના વધુ રિમાન્ડ માગતા કોર્ટે નામંજૂર કરી જેલ હવાલે કર્યા છે.