વડોદરાઃ વડોદરા જિલ્લાના પ્રાંતકક્ષાના બીજા ગરીબ કલ્યાણ મેળામાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે દેશના ખ્યાતનામ શક્તિપીઠ પાવાગઢનો રૂ. ૭૮ કરોડના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવશે.
રાજ્યના પ્રવાસન વિકાસ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મેળા દરમિયાન જણાવ્યું હતું કે પાવાગઢ વિસ્તારની જનતાને પણ રોજી રોટી મળી રહે અને આર્થિક રીતે તેઓ વધુ સદ્ધર બને તેવી યોજનાઓ સાથે શક્તિપીઠ પાવાગઢને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.આ ઉપરાંત ડભોઈ તાલુકાના ચાંદોદ કરનાળી સહિતના કેટલાક પવિત્ર યાત્રાધામોમાં રૂ. ૫૦ કરોડના ખર્ચે પ્રવાસી સુવિધાઓનો વિકાસ રાજ્ય સરકાર હાથ ધરશે. આ મેળામાં સરકાર દ્વારા રૂ. ૧૮૬.૫૦ લાખની કિંમતના સાધન સહાયનું વિતરણ કરાયું હતું.