વર્ષ ૧૯૮૭માં ૨૫૨ સાયકલ યાત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ નડિયાદથી ‘અખંડ સરદાર જ્યોત’ કરમસદના ઘરે લાવીને પ્રસ્થાપિત કરી હતી. તે સમયથી એટલે કે છેલ્લા ૨૮ વર્ષથી આ ‘અખંડ સરદાર જ્યોત’ સરદાર પટેલના ઘરમાં પ્રજ્વલિત છે. સરદાર પટેલના કરમસદના ઘરની અને જ્યોતની નિયમિત સારસંભાળની જવાબદારી બે પેઢીથી મારવાડી પરિવારે ઉપાડી લીધી છે. બે પેઢીથી આ પરિવાર સરદારના ઘર સહિત તેમની જ્યોતની પણ દેખરેખ રાખે છે. કોઈ ટુરિસ્ટ આવે ત્યારે સરદારનું મકાન તેમજ અલભ્ય ચીજ વસ્તુઓ હોંશથી બતાવે છે. તેમજ વિઝિટર બુકમાં અભિપ્રાય પણ લખાવે છે. આ પરિવાર નિઃશુલ્ક ભાવે જ આ તમામ સેવા કરે છે.