જોકે સદનસીબે ૧૫૦ મુસાફરો અને ક્રુ મેમ્બરોનો બચાવ થયો હતો પરંતુ ભેંસના ત્રણ ટુકડા થઈ જવાને કારણે વિમાનના જમણી બાજુના એન્જીનને નુકસાન થયું હતું. એરલાઇન્સે આ ફ્લાઇટ અચોક્કસ મુદત માટે રદ કરતા ૧૨૦થી વધારે મુસાફરો અટવાયા હતા. ઘટનાથી સફાળા જાગેલી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઘટનાની ઉચ્ચસ્તરે તપાસના આદેશ આપ્યા છે. આ તપાસ માટે એરપોર્ટ ઉપર એક હેલિકોપ્ટરને ખાસ મિશન માટે ઉડાવવામાં આવ્યું હતું. હેલીકોપ્ટરમાંથી નીચે ભેંસોને શોધવાનો પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અહીં આતંકવાદી હુમલાના ભયને કારણે પોલીસ દર વર્ષે મોકડ્રીલ કરે છે. આમ છતાં એરપોર્ટના એટીસી બિલ્ડિંગ, ટર્મિનલ બિલ્ડિંગ, પાર્કિંગ, ગ્રાઉન્ડના મોટાભાગના સીસીટીવી કેમેરા ચાલતા નથી એરપોર્ટ પર નાઇટ વિઝન કે કેમેરા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે.