વાયુસેનાની સૂર્યકિરણ પાઇલોટ્સની ડેરડેવિલ્સ ટીમે શનિવારે વડોદરા દરજીપુરા એર સ્ટેશન ખાતે આઠ હોક એમકે-132 વિમાનો સાથે જોનારાઓના શ્વાસ થંભાવી દે તેવા અવનવા કમાલના કરતબો કર્યા હતા, જેને નિહાળીને ઉપસ્થિત દર્શકો દંગ થઇ ગયા હતા. સૂર્યકિરણ ટીમે કંપોઝિટ અને સિંક્રો એવી બે કેટેગરીના વિમાની સ્ટંટ્સ કર્યાં હતા. જેમાં કંપોઝિટ ફોર્મેશનમાં તેજસ, ડાઇમંડ, પ્રચંડનું પ્રદર્શન અને સિંક્રોમાં પીલ ટુ લેન્ડ, હાર્ડ ટર્ન, આલ્ફાક્રોસ, ડબલ કોર્ડ સ્ક્રૂ અને રોલબેક કૌશલ્યો દર્શાવ્યા હતા. વડોદરામાં 4 વર્ષ બાદ શો યોજાયો હતો, જેને લોકોએ મોટી સંખ્યામાં માણ્યો હતો.