નવી દિલ્હી: રૂ. ૮૧૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની એક અદાલતે ગુજરાતની ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેકના ૪ ડાયરેક્ટર વિરુદ્ધ ઓપન એન્ડેડ નોન બેલેબલ વોરંટ ઇશ્યુ કર્યું છે. જેમની સામે આ વોરંટ ઈશ્યું થયું તેમાં નીતિન જયંતીલાલ સાંડેસરા, ચેતનકુમાર સાંડેસરા અને હિતેશકુમાર નરેન્દ્રભાઈ પટેલનો સમાવેશ થાય છે. બેંકફ્રોડના આરોપસર ઇડીએ સ્ટર્લિંગ બાયોટેક વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ કરેલા છે.
આ તમામ વિદેશ ભાગી ગયા હોવાથી તેમની સામે રેડ કોર્નર નોટિસ માટે ઇડીએ ઇન્ટરપોલને તજવીજ માટે કાર્યવાહી કરી છે.
કાર્યવાહી માટે ઓપન એન્ડેડ નોન બેલેબલ વોરંટ જરૂરી હોય છે. થોડા સમય અગાઉ એવા સમાચાર હતા કે સાંડેસરાઓ નાઇઝિરિયામાં છુપાયા છે. જોકે તેને સત્તાવાર રીતે કોણ સમર્થન થયું નહોતું.