સ્વામીનારાયણના સંત ‘ત્યાગવલ્લભ’ સ્ત્રીમોહમાં લપેટાઇ લંપટ બન્યા

Tuesday 07th July 2020 16:03 EDT
 
 

વલ્લભવિદ્યાનગર: વડતાલ સ્વામીનારાયણ મંદિરના ત્યાગવલ્લભસ્વામી (ઉં. આશરે ૩૫થી ૩૮) મહિલા સાથે વોટ્સઅપ ઉપર ચેટિંગ કરતા અને પોતે મહિલાના સ્ત્રીવેશના કપડાં ધારણ કર્યા હોવાની તસવીરો તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં હરિભક્તોમાં સંત સામે રોષ અને વિરોધનો વંટોળ ઉભો થયો છે.
વાઈરલ થયેલી તસવીરોમાં સાધુ કાનમાં ઇયરફોન નાંખીને ફેસટાઇમથી મહિલા સાથે સ્ત્રી વેશ ધારણ કરીને અશ્લિલ વાતો કરતાં નજરે પડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે શ્રીજી સ્વામીએ સંતોને સ્ત્રીસંગ, ભોગવિલાસ અને મનને લોલુપ કરે તેવા સ્ત્રોતો, તામસિક ખાનપાન, આસુરી વૃત્તિ ધરાવતી ભૌતિક સુવિધાઓનો ત્યાગ કરીને સંપૂર્ણ પ્રભુમય બનીને સાદાઇથી જીવન જીવી સંતત્વને ઉજાળવાની શીખ આપી છે. ત્યારે વૈરાગ્યના નામે કહેવાતા ત્યાગવલ્લભસ્વામી જેવા કેટલાક સંતો ખુદ ભગવાનની જ આજ્ઞાઓનો અનાદર કરી રહ્યા છે. તેથી હરિભક્તોમાં ત્યાગવલ્લભસ્વામી સામે રોષ ફેલાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter