દહેજઃ એક કાર્યક્રમમાં દહેજમાં ઉપસ્થિત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત ૧૬૦૦ કિમી લાંબો સમુદ્રકિનારો ધરાવે છે. દરિયાઈ પાણીનો પાણીનો ઉદ્યોગો, ખેતી, પીવાના પાણી તેમજ અન્ય કાર્યોમાં વપરાશ કરી શકાય તે માટે રાજ્યમાં ખારા પાણીને મીઠું અને શુદ્ધ કરવાના આઠ પ્લાન્ટ નંખાશે. જામનગર પાસે પણ આવો એક ડિસેલિનેશન પ્લાન્ટ બની રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભારતમાં તામિલનાડુ પછી ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે. જ્યાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાશે.