ભરૂચ: હાંસોટના કોંગ્રેસના માથાભારે અગ્રણી શાબીર કાનુગાની છઠ્ઠીએ સાંજે નામચીન પિન્ટુ ખોખરે જાહેરમાં ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનાથી પરિસ્થિતિ વણસે નહીં તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, ગામના એક જ કોમના બે જૂથ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કોલ્ડવોર ચાલે છે. જેમાં શાબીરની હત્યા થઇ હોવાનું મનાય છે.
હાંસોટમાં ફાટી નીકળેલા કોમી તોફાનો સમયે ખૂબ ચર્ચામાં રહેલા અને માથાભારે વ્યક્તિની છાપ ધરાવતા શાબીરને પીઠના ભાગે ગોળી વાગતાં તેને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.