દાહોદઃ ચીનમાં કોરોના વાઇરસને કારણે ભારતીયો ભારત પાછા આવી રહ્યાં છે. ચીનમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા દાહોદના વિદ્યાર્થી અર્પિત પટેલ જોકે ઉત્તરાયણથી દાહોદ છે. અર્પિતે જણાવ્યું કે, ચીનમાં લોકો પોતાનું ગર્ભપાત કરાવેલુ ભ્રૂણ પણ આરોગી જાય છે. તેવી જ રીતે ઇંડા પણ બાળકના પેશાબમાં બાફીને ખાય છે! અર્પિત ૨૦૧૭થી મેડિકલના અભ્યાસ માટે ચીનમાં રહે છે. હાલમાં તે ઉત્તરાયણના સમયથી જ દાહોદમાં છે. કોરોના વાઇરસના હબ સમાન ચીનની વુહાન સિટીથી ૨૦૦ કિમી દૂર નાનંચાંગ શહેરમાં અર્પિત હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. જીઆંકસી યુનિર્વિસટીમાં તે મેડિકલનો વિદ્યાર્થી છે. આ યુનિર્વિસટીમાં ૧૨૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ભણે છે. જેમાંથી ૮૦૦થી ૯૦૦ ગુજરાતી છે. આ તમામ ભારતીયો હાલમાં પરત સ્વદેશ આવી પહોંચ્યા છે.
વિદ્યાર્થીઓએ જણાવ્યું વુહાનમાં દાહોદ કરતાં પણ મોટું નોનેવેજ માર્કેટ છે. ચીનમાં ભણતા વિદ્યાર્થીઓનાં જણાવ્યા પ્રમાણે, ચીનમાં લોકો માને છે કે દરેક જીવ ખાવા માટે જ બન્યો છે. આપણે નામ પણ ન સાંભળ્યા હોય તેટલા જીવ ચીનમાં ખવાય છે. સહજ રીતે અર્પિતને પ્રશ્ન પુછવામાં આવ્યો કે, ચીનમાં માણસ સિવાય બધું જ ખવાય છે? તો અર્પિતે કહ્યું કે, થોડા સમય પહેલા વસ્તી વધારાને કારણે ચીનમાં ગર્ભપાતનું ચલણ વધ્યું હતું ત્યારે કેટલાક દંપતી પોતાનું ગર્ભપાત કરાવેલું ભ્રૂણ પણ લઇ જઇને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા.
અર્પિતે જણાવ્યું હતું કે, પોતાના ભ્રૂણને વધારે હાઇજેનિક સમજીને ખાવા વાળો વર્ગ ચીનમાં છે તેમ પણ તેણે ઉમેર્યું હતું. આ બાબત એવી હતી કે તેની સામે કીડીનો મુખવાસ, સાપનું અથાણું, ચામાચીડિયાનો સૂપ કે પછી મોટા વીંછીનું શાક જેવી વાનગીઓની વાત સંપૂર્ણ વામણી લાગી હતી. મેડિકલ સાયન્સના અભ્યાસુઓના મોટા વર્ગનું તારણ છે કે, આવા કારણોને લીધે જ ચીનમાં બર્ડ ફ્લુ કે કોરોના વાઇરસ જેવા ગંભીર રોગ પેદા થઇને પ્રસર્યા છે.
ચીનમાં દવાખાનું સૌથી મોંઘું
મેડિકલના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, ચીનમાં મેડિકલ ટ્રીટમેન્ટ બહુ મોંઘી હોય છે. અર્પિતના જણાવ્યા પ્રમાણે તેને ચીનમાં એક વાર ન્યૂમોનિયા થયો હતો ત્યારે એક દિવસના રૂ. ૩૦,૦૦૦ ખર્ચ થાય તેમ હોવાથી તે ભારત આવી ગયો હતો. તેના એક મિત્રને ઢીંચણમાં તકલીફ થતાં વિવિધ ટેસ્ટના રૂ. ૫૦,૦૦૦ થયા હતા અને ઓપરેશનનો ખર્ચ ૫ લાખ કહ્યો હતો.