વડોદરાઃ પદ્મશ્રી અનિલ કુંબલેએ પારૂલ યુનિ.ના ત્રીજા પદવીદાન સમારોહ દરમિયાન સાતમી નવેમ્બરે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુવાનોએ જીવનમાં તેમનો ધ્યેય શું છે તેને ઓળખવા માટે સતત પ્રયત્ન કરવો જોઈએ તથા તેઓને પોતાનામાં આત્મશ્રદ્ધા હોવી જોઈએ. મેં જ્યારે ક્રિકેટમાં પદાર્પણ કર્યું ત્યારે ઘણા લોકો એવું માનતા હતા કે અનિલ કુંબલે ક્રિકેટમાં લાંબો વખત રહી શકશે નહીં, પરંતુ મેં આત્મા-શ્રદ્ધા અને પરિશ્રમના બળે ટીકાકારોને કોટા ઠેરવ્યા હતા. સમારોહમાં માનુષી છિલ્લરે જણા્યું હતું કે, જેમ કોફી બીન્સ પાણીમાં ઉકળતા પાણી પોતાની સુગંધ અને સ્વાદથી તરબતર કરે છે તેમ જીનમાં પડકારનો સામનો આત્મવિશ્વાસ, આનંદી સ્વભાવ અને સકારાત્મક અભિગમથી કરવામાં આવે તો વ્યક્તિનું વ્યક્તિત્વ અનેરી ઉષ્મા અને ઊર્જાથી પ્રફૂલ્લિત થઈ જાય છે. ભારત વિશ્વનો એક માત્ર એવો દેશે છે જેમાં યુવાની સંખ્યા ૬૫ ટકા જેટલી છે. તેથી તેમને યુવાનોને પોતાનું કૌશલ્ય અને પોતાની ઉર્જા દેશના વિકાસમાં રેડવા સુસજ્જ થવા માનુષી છિલ્લરે હાકલ કરી હતી.
પદવીદાન સમારોહમાં ૩,૫૧૯ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. પારૂલ યુનિવર્સિટીના અધ્યક્ષ ડોક્ટર દેવાંશુ પટેલે પદ્મશ્રી અનિલ કુંબલેને ભારતીય ક્રિકેટમાં તેમના અભૂતપૂર્વ યોગદાનને બિરદાવવાની સાથે તથા મિસ વર્લ્ડ માનુષી છિલ્લર દ્વારા હરિયાણામાં મહિલાઓમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના તથા એનિમિયા ફ્રી હરિયાણા કેમ્પેઈનને સફળ બનાવવામાં ઉત્કૃષ્ટ પ્રયાસોને બિરદાવતા યુનિવર્સિટી દ્વારા તેઓને માનદ ડોક્ટરેટ પદ્મશ્રી એનાયત કરી હતી.