વડોદરા: સ્વામીનારાયણ સિદ્ધાંતસુધા નામે વાદગ્રંથની રચના કરનાર બીએપીએસ સંસ્થાના મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીનું વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ખાતે દેશભરની સત્તાવીસ વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા સન્માન કરાયું હતું.
સ્વામીનારાયણ સિદ્ધાંતસુધા નામે વાદગ્રંથની રચના કરનાર મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીનું વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે દેશભરની સત્તાવીસ વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે મ.સ. યુનિ. સહિત વીજ જેટલી યુનિ.ના વાઇસ ચાન્સેલરોએ હાજરી આપી હતી.
વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી સ્વામી ભદ્રેશદાસજી દ્વારા એકવીસમી સદીના આરંભ પ્રસ્થાનત્રયી પર ભાષ્યગ્રંથો રચવામાં આવ્યા હતા. આ ગ્રંથમાં સ્વામીનારાયણે વચનામૃતમાં જે ઉપદેશ આપ્યો છે, તેને અનુસરીને ઉપનિષદ્, બ્રહ્મસુત્ર, ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રોના પ્રમાણો સાથે સંસ્કૃત ભાષામાં પ્રાચીન શૈલીમાં રચાયેલા ગ્રંથમાં ‘અક્ષરપુરુષોત્તમદર્શન’નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશોના અનેક વિદ્વાનોએ સ્વામી ભદ્રેશદાસજીના આ કાર્યને યુગવર્તી ગણાવ્યું છે. આ સિદ્ધિનો સમગ્ર યશ ગુરુ પ્રમુખ સ્વામીજી તથા મહંતસ્વામીના ચરણોમાં ભદ્રેશસ્વામીએ સમર્પિત કર્યો હતો.