મહુવાઃ જન્મ અને મૃત્યુનો ઉત્સવ સ્મશાન ભૂમિમાં ઊજવવો જોઈએ. પૂજ્ય મોરારીબાપુએ એક વખત બનારસમાં પ્રવચન દરમિયાન આ શીખ આપી હતી. તેમાંથી પ્રેરણા લઈને ભાવનગર જિલ્લાના મહુવામાં એક પુજારીના પુત્રે સ્મશાન ભૂમિથી વૈવાહિક જીવન શરૂ કર્યું છે. વરરાજા ઘનશ્યામ દાસ અને નવવધૂ પારુલ રવિવારે હવન કુંડના બદલે ચિતામાં પ્રજવલ્લિત અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા. કોઈ ગોર મહારાજ સ્મશાનમાં લગ્ન કરાવવા માટે તૈયાર ન થયા તો મોરારિબાપુ પોતે જ સ્મશાન પહોંચ્યા.
વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તેને વિવાહ પૂર્ણ કરાવ્યા.
ઘનશ્યામ દાસ કહે છે, ‘પૂજ્ય મોરારિબાપુએ કહ્યું હતું કે સ્મશાન ખૂબ જ પવિત્ર સ્થાન છે. તે સમયે જ મેં સંકલ્પ લીધો હતો કે સ્મશાનમાં જ લગ્ન કરીશ. પારુલે પણ કહ્યું કે સાંભળે છે બધા, પરંતુ અમલ પણ કરવો જરૂરી છે. પારુલ પણ તેના માટે તૈયાર થઈ ગઈ.’ અને રચાયો અનોખો લગ્ન સમારંભ.