સુરતઃ કૈલાસનગર જૈન શ્વેતામ્બર સંઘમાં દીક્ષા દાનેશ્વરી આચાર્ય ગુણરત્નસુરિજી મહારાજની નિશ્રામાં ૯ ફેબ્રુઆરીના રોજ ૪ દીક્ષા થઈ અને ૧૪મીના રોજ ૮ કન્યાઓની દીક્ષાની તૈયારીઓ ચાલી રહી છે. માતા-પિતા, પુત્ર-પુત્રી સાથેના મહારાષ્ટ્રના આખા પરિવારે સુરતમાં એકસાથે દીક્ષા અંગિકાર કર્યો હતો. આચાર્ય વિજયરશ્મિરત્નસૂરીએ આ અંગે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ભિવંડીમાં ટેક્સટાઈલના વેપારી અને મૂળ રાજસ્થાન પેશુઆ ગામના વતની ૪૫ વર્ષીય રાકેશભાઈ, તેમનાં પત્ની સીમાબહેન, ૨૧ વર્ષનો પુત્ર મીત અને ૧૯ વર્ષની દીકરી શૈલીએ ગુણરત્નસૂરીજીના હાથે દીક્ષા લીધી હતી. ૭ ફેબ્રુઆરીએ ગુરુભગવંતોનો મંગલપ્રવેશ વર્ષીદાન શોભાયાત્રા અને ભવ્ય એવું વર્ષીદાન અને રાત્રે વિદાય સમારંભ યોજાયો હતો. ૮મીએ સવારે અષ્ટોતરી અભિષેક તથા પ્રથમવાર એંકર સિમ્ફની અને ૯મીના ત્રીજા દિવસે વહેલી સવારે દીક્ષાવિધિ થઈ હતી