ન્યૂ યોર્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસ વાઈટ હાઉસમાં કામ કરી રહેલા ગુજરાતી અધિકારી કશ્યપ પટેલ સામે ટ્રમ્પે યુક્રેનના મુદ્દે કરેલા નિવેદનો મુદ્દે ગંભીર આરોપો મૂક્યા છે. ૨૨મી નવેમ્બરે મહાભિયોગની કાર્યવાહીના ત્રીજા દિવસે અમેરિકન સંસદની ઇન્ટેલિજન્સ કમિટીના ચેરમેને જણાવ્યું હતું હતું કે, યુક્રેનના મુદ્દે કશ્યપ પટેલ તમામ જાણકારી સીધી ડોનાલ્ડ ટ્રમ્પને શેર કરતા હતા અને તેમણે નેશનલ સિક્સયોરિટી કાઉન્સિલની ધરાર અવગણના કરી હતી. કશ્યપ પટેલ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં કાઉન્ટર ટેરરિઝમના સિનિયર ડિરેક્ટર છે અને તેમની નિમણૂક રાજકીય હોવાથી તેઓ ટ્રમ્પ સમર્થકો અને ટ્રમ્પના વિરોધીઓ વચ્ચે બરાબરના સપડાયા છે. એનએસસીના પૂર્વ સિનિયર ડિરેક્ટર ફિઓના હિલે ૨૨મીએ કહ્યું હતું કે એવા સંકેત મળી રહ્યા છે કે કશ્યપ પટેલે સંસદની જાણ વિના ઘણી માહિતી પ્રમુખને સોંપી હતી.
કશ્યપ પટેલ સામે એવો પણ આરોપ મૂકાયો છે કે તેમણે અમેરિકા વતી યુક્રેન સાથે ગેરકાયદે સમાંતર ચર્ચાઓ કરી હતી. આના લીધે ડોનાલ્ડ ટ્રમ્પને લાગતું હતું કે એનઅસસીમાં યુક્રેન સાથે ચર્ચા કરવા માટે કશ્યપ પટેલ એક ડિરેક્ટર છે અને તેઓ કશ્યપ પટેલને યુક્રેનની બાબતોનો નિષ્ણાત માનતા હતા.