યુએસમાં શરણાર્થી તરીકે અરજી કરનારામાં ગુજરાતી સૌથી વધુ

Saturday 23rd November 2024 07:08 EST
 
 

વોશિંગ્ટન: પાછલા ત્રણ વર્ષમાં અમેરિકામાં શરણ માંગનારા ભારતીયોની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ થઈ છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર 2021માં 4,330 ભારતીયોએ શરણ માંગ્યું હતું તે અરજદારોની સંખ્યા નાણાકીય વર્ષ 2023માં આશ્ચર્યજનક રીતે 855 ટકા ઊછળીને 41,330 થઈ ગઈ હતી. એજન્સીઓના જણાવ્યા અનુસાર અરજદારોમાં સૌથી વધારે સંખ્યા ગુજરાતીઓની છે.
અહેવાલો અનુસાર 2023માં અમેરિકામાં રક્ષણાત્મક શરણ માંગનારા વિશ્વભરના લોકોમાં ભારતીયોની સંખ્યા પાંચમા ક્રમે સૌથી વધારે હતી. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના 2023ના શરણાર્થી એન્યુઅલ ફ્લો રિપોર્ટ અનુસાર 2023માં 5340 ભારતીયોને શરણ આપવામાં આવ્યું હતું. યુએસ સિટિઝન્સ અને ઈમિગ્રેશન સર્વિસિસને 2021માં મળેલ 4330 અરજીઓમાંથી 2090 અફર્મેટિવ અને 2240 ડિફેન્સિવ હતી. 2022માં આ આંકડો વધીને 14,570 થયો હતો જેમાં 5370 અફર્મેટિવ અને 9200 ડિફેન્સિવ અસેલમની હતી. 2023માં આવેલી 41330 અસેલમ અરજીઓ પાછલા વર્ષની તુલનાએ ત્રણ ગણી વધારે હતી.
ત્રણ વર્ષમાં કેટલા ભારતીયને શરણ?
ડેટા અનુસાર 2021માં 1,330 ભારતીયને શરણ મળ્યું હતું જેમાં 700 અફર્મેટિવ અને 630 ડિફેન્સિવ હતી. 2022માં આ સંખ્યા ત્રણ ગણી વધીને 4,260 થઈ હતી જેમાં 2,180 અફર્મેટિવ અને 2,080 ડિફેન્સિવ અરજીઓ હતી. 2023માં 5,340 ભારતીયોને આશ્રય મળ્યો હતો જેમાં 2,710 અફર્મેટિવ અને 2,630 ડિફેન્સિવ અરજી હતી.
અફર્મેટિવ અસાયલમ શું હોય છે?
અફર્મેટિવ અસાયલમનો અર્થ અમેરિકન સરકાર મારફત અરજી કરવી. આ પ્રક્રિયામાં જે લોકો હોય છે કે એમને હકાલપટ્ટીની પ્રક્રિયામાં રાખવામાં આવતાં નથી. ડિફેન્સિવ અસાયલમમાં હકાલપટ્ટીની પ્રોસેસમાં સામેલ વ્યક્તિ ન્યાય વિભાગમાં ઇમિગ્રેશન સમીક્ષાની કાર્યકારી કચેરીમાં ઇમિગ્રેશન જજની સમક્ષ અરજી કરીને ડિફેન્સિવ રૂપમાં શરણ લેવા માટે અરજી કરી શકે છે. વાસ્તવમાં તેઓ અમેરિકન સરકાર દ્વારા થનારી હકાલપટ્ટીની પ્રોસેસથી બચવા માટે આ માર્ગ અપનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter