યુવા ધારાસભ્યને ગાંધીનગરની કાર્યકર સાથેનું અફેર ભારે પડયું

Saturday 28th November 2020 05:49 EST
 

હિંમતનગર: છેલ્લા બે વર્ષથી સાબરકાંઠાના એક યુવા ધારાસભ્યને ગાંધીનગર જિલ્લાની ખૂબસૂરત મહિલા કાર્યકર સાથે મીઠા સંબંધ હતા. જે માટે ધારાસભ્યે તેને મકાન, ગાડી સહિતની લાલચ આપીને પ્રેમ સંબંધ આગળ વધાર્યો હતો. જોકે બે વર્ષમાં વાયદા પ્રમાણે કંઇ જ ન મળતાં આખરે મહિલા કાર્યકરનો પિત્તો ગયો હતો અને પોલીસ મથકે ધારાસભ્ય સામે છેડતી તેમજ બળાત્કારની ફરિયાદ નોંધાવવા પહોંચી ગઈ હતી. આથી ગભરાયેલા ધારાસભ્યે સાબરકાંઠાના સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા મોટા માથા સહિતના નેતાઓના ઘૂંટણિયે પડીને આ મામલે સમાધાન કરાવવા આજીજી કરી હતી. જેથી આગેવાનો તાત્કાલિક ગાંધીનગર પહોંચી ગયા હતા અને મહિલા કાર્યકર સાથે મિટિંગ કરીને તેની સાથે ગોઠવણ પાર પાડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. હાલ ઠંડીના દિવસોમાં રાજકીય વર્તુળોમાં આ પ્રકરણની ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે.
સ્થાનિક દૈનિકના અહેવાલ અનુસાર, સાબરકાંઠાના એક ધારાસભ્યને ગાંધીનગર જિલ્લાની ખૂબસૂરત મહિલા કાર્યકર સાથે બે વર્ષ અગાઉ આંખ મળી ગઈ હતી જેના પરિણામે બંને વચ્ચે પ્રેમભર્યા મીઠા સંબંધ બંધાયા હતા અને મેળમેળાપ વધ્યો હતો. દરમિયાન સંબંધો વધુ મજબૂત બનાવવા ઉત્સાહી ધારાસભ્યે તેણીને ગાંધીનગર ખાતે મકાન, ગાડી સહિતની લોભામણી લાલચ આપતો રહ્યો હતો. જોકે સમય વીતતો ગયો અને વાયદા પ્રમાણે ધારાસભ્યે કંઇ જ લઈ ન આપતા આખરે મહિલા કાર્યકરનો પિત્તો ગયો હતો. પહેલા તેણે ફોન કરીને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી અને પછી ધારાસભ્ય સામે છેડતી તેમજ બળાત્કારની ફરિયાદ નોંધાવવા પહોંચી ગઈ હતી.જેથી ગભરાઈ ગયેલા ધારાસભ્યે તાબડતોબ સાબરકાંઠાના સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા મોટા માથાને કોલ કરીને તાત્કાલિક આ મામલે સમાધાન કરાવવા વિનંતી કરી હતી. આ પછી સાબરકાંઠાના આગેવાનો તાત્કાલિક ગાંધીનગર પહોંચી ગયા હતા અને સ્થાનિક આગેવાનો સાથે સંપર્ક કરીને મહિલા કાર્યકર સાથે મીડિયા કે અન્ય કોઈ કાર્યકરો કે નેતાઓને ખબર ન પડે રીતે ગુપ્ત મિટિંગ કરીને તેની સાથેનો સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter