પેરિસઃ ફ્રાન્સની રાજધાની પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩મીએ ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કર્યાં. બીજી વાર વડા પ્રધાન બન્યા બાદ વિદેશમાં રહેતા ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કરતા મોદીએ ભારત અને ફ્રાન્સનાં સંબંધો અંગે ચર્ચા કરી. પોતાના સંબોધન દરમિયાન મોદીએ કહ્યું કે, અત્યારે પેરિસ રામમાં રંગાઈ ગયું છે. મોરારિબાપુનાં કારણે લોકો રામની ભક્તિમાં ડૂબ્યા છે. તેમણે પોતાના વ્યસ્ત કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે મારી પાસે જો સમય હોત, તો મોરારિબાપુનાં કાર્યક્રમમાં જરૂર ગયો હોત. જે ઇન્દ્ર માટે સમય નથી બદલતા તેમણે નરેન્દ્ર માટે સમય બદલ્યો છે. મોરારિબાપુએ જણાવ્યું કે, આદરણીય નરેન્દ્રભાઈ મોદીસાહેબે ફ્રાંસની સભામાં પ્રથમ રામકથાનું સ્મરણ કર્યું એ ભારતીય સંસ્કારનું પ્રતિબિંબ છે. હું વ્યાસપીઠ પરથી કહું છું કે. ‘ખુશ રહો બાપ, આપ રાષ્ટ્રને ખુશ રાખી રહ્યાં છો, વિશ્વને પણ ખુશ કરો. મારા હનુમાનજી આપને બળ પ્રદાન કરે.