હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વડા પ્રધાનના માતા હીરાબાએ પણ બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને તિરંગો લહેરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત રાયસણ ખાતે રહેતા વડા પ્રધાનના માતા હીરાબાએ 100વર્ષની જૈફ વયે પણ પોતાના નિવાસસ્થાને બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું હતું અને બાળકો સાથે તેમણે પણ તિરંગો લહેરાવ્યો હતો. આ પ્રસંગે વાતાવરણ દેશભક્તિના રંગે રગાઇ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો.