વડનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુરુ અને બી.એન. હાઇસ્કૂલમાં 1956થી 1965 સુધી આચાર્ય તરીકે ફરજ બજાવનાર રાસબિહારી મણિયારનું 93 વર્ષની વયે મુંબઈ ખાતે નિધન થતાં શિક્ષકો તેમજ વડનગર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વડાપ્રધાને પોતાના ગુરુના નિધનને પગલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. વડનગરના વતની અને મુંબઈમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા.
મોદીએ આ અંગે ટ્વીટ કરી કહ્યું કે, શિક્ષક રાસબિહારી મણિયારના અવસાનના સમાચાર સાંભળી ખૂબ જ વ્યથિત થયો. મારા ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો છે. હું જીવનના આ પડાવ સુધી તેમની સાથે જોડાયેલો રહ્યો અને એક વિદ્યાર્થી હોવાના નાતે મને સંતોષ છે કે જીવનભર મને તેમનું માર્ગદર્શન મળતું રહ્યું.