વિદેશ જતા ભારતીયે ટેક્સ બાકી નથીનું સર્ટી લેવું પડશે

Saturday 03rd August 2024 04:58 EDT
 
 

અમદાવાદ: બજેટની જોગવાઈ અનુસાર દેશ છોડી જનારા ભારતીયોએ હવે બ્લેક મની એક્ટ હેઠળ કોઈ કાર્યવાહી પેન્ડિંગ છે કે નહીં તેની ખાતરી માટે ક્લીનચિટનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. આ નિયમને કારણે ટેક્સ ભર્યા વગર દેશ છોડી જતાં લોકો પર લગામ આવશે.
નવા નિયમ મુજબ વિદેશ સ્થાયી થવા ઇચ્છતા ભારતીય નાગરિકે ઇન્કમટેક્સનું સર્ટિફિકેટ લીધા પછી જ વિદેશી નાગરિકત્વ અપનાવી શકશે. સંખ્યાબંધ એવા કેસ છે જેમાં ભારતીય નાગરિકો વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. પરંતુ તેમણે દેશમાં કરોડોનો ટેક્સ ભરવાનો બાકી છે. આ જોગવાઈનો અમલ 1 ઓક્ટોબરથી કરવામાં આવશે. આ નિયમની એ અસર થશે કે તમામ પ્રકારની આર્થિક જવાબદારી પૂરી કર્યા પછી જ ભારતીય નાગરિક વિદેશમાં સ્થાયી થઈ શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter