આ અંગેની જાણ અમેરિકાવાસ ભારતીય દંપતીને થઇ હતી. તેમણે ગત સપ્તાહે બોટ સાથે નર્મદા જિલ્લામાં આવીને બાળકોની આ સ્થિતિ જોઇ તેમને મશીન બોટ, ચાલક અને બાળકોને સાયકલની પણ સુવિધા મફત આપતા આનંદની લાગણી ફેલાઇ છે. અમેરિકામાં ૪૪ વર્ષ પૂર્વે વસેલા વિરેન્દ્ર લલા અને ન્યૂ યોર્ક આયલેન્ડમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતાં તેમના પત્ની રત્ના લલા આ સમસ્યાની વિગત જાણી કંપી ઉઠ્યા હતા.
અમેરિકન દંપતીએ દાનમાં આપેલી બોટની મશીનરી ઇંગ્લેન્ડમાં બનેલી છે. જ્યારે અન્ય સ્પેરપાર્ટસ અમેરિકાના છે. પાંચ મિનિટમાં ૧૦૦ મીટરનું અંતર કાપતી આ બોટની બેટરી દિલ્હીથી ખરીદાઇ છે. આ બોટ ચલાવવા સ્થાનિક બે યુવકોને ટ્રેઇન કરી પગાર પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બાળકોની સમસ્યા બહાર આવ્યા પછી રાજ્ય સરકારે ત્યાં રૂ. આઠ કરોડના ખર્ચે નવો પૂલ બનાવવાની મંજૂરી આપી છે.