રાજપીપળા: કેવડિયામાં નર્મદા ડેમ પાસે આકાર લેનારી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી)ની કામગીરી ૭૦ ટકા પૂર્ણ થઇ છે. કોંક્રિટ, સ્ટીલ અને બ્રોન્ઝ કલેડેડ ત્રણ તબકકામાં પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે. તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ પ્રકલ્પનું ભૂમિપૂજન કર્યું હતું. ૩ ડિસેમ્બર ૨૦૧૪થી કામગીરી શરૂ થઈ હતી.
૨૪૦ મીટર ઉંચાઇના કોંક્રિટ સ્ટ્રકચર પૈકી ૧૮૦ મીટર સુધીનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. કોંક્રિટનું સ્ટ્રકચર તૈયાર થઇ ગયા બાદ બીજા અને ત્રીજા તબક્કામાં સ્ટીલ અને બ્રોન્ઝ કલેડેડની કામગીરી કરવામાં આવશે. બ્રોન્ઝની ૭૦ ટકા પ્લેટ ચીનથી ભારત આવી ચૂકી છે. ૩ જુલાઇ ૨૦૧૮ના રોજ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનીને તૈયાર થઇ જવાનો અંદાજ છે. પ્રોજેકટ માટે કુલ રૂ. ૨,૯૮૯ કરોડનો ખર્ચ કરાશે.
સ્ટીલનું માળખું
પિલર્સની કામગીરી પૂર્ણ થયા બાદ થયા બાદ તેની ફરતે સ્ટીલનું માળખું તૈયાર કરવામાં આવશે. સ્ટીલના માળખા પર કાંસાની પ્લેટ લાગશે.