વાપી: પારસીઓના તીર્થસ્થાન વલસાડ જિલ્લાના ઉદવાડામાં ત્રિદિવસીય ઇરાનશા ઉત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં સોમવારે દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ પણ હાજર રહ્યા હતા. તેઓ સભાસ્થળ સુધી કાર કે અન્ય કોઇ વાહનમાં ગયા ન હતાં, પરંતુ તેઓ પગપાળા જ સભાસ્થળે પહોંચ્યા હતા.
વૈંકયા નાયડુ પારસીઓના ધર્મસ્થળ આતશ બહેરામથી જીમખાના સુધી ૧ કિ.મી. સુધી ચાલીને ગયા હતા. પારસી સભાના વડાદસ્તુરના જણાવ્યા મુજબ પારસી સમાજની સંસ્કૃતિને જોવા માટે ઉપરાષ્ટ્રપતિ ચાલીને કાર્યક્રમના સ્થળે પહોંચ્યાં હતાં.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સોમવારે સવારે દમણ કોસ્ટગાર્ડના એર પોર્ટ પર ૧૦.૫ મિનિટે આવી પહોંચ્યાં હતાં. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ ઉદવાડા ગામમાં વડા દસ્તુર ખુરશેદજી દસ્તુરના ઘરે પહોંચ્યાં હતાં. દસ્તુરજીના ઘર પાસે પારસીઓના ધર્મસ્થળ આતશ બહેરામથી જીમખાના કાર્યક્રમમાં ચાલતાં પહોંચ્યા હતાં. ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ પારસીઓના વર્ષો જૂના ઘરોને પણ નિહાળ્યાં હતાં.