વોશ બેસીનમાં પહેલાં હાથ સાફ કરો પછી જ ખરીદી કરવા મળશે

Tuesday 10th November 2020 04:31 EST
 

અમદાવાદઃ ગુજરાતમાં ‘અનલોક-૨’ બાદ જનજીવન ફરી એકવાર ધબકતું થઇ ગયું  ત્યારે ગુજરાતનું એક ગામ કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા સજાગ છે. કોરોના સાથે જીવવું કેમ તેના માટે આ ગામ લોકોને બોધપાઠ આપે છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા પુંસરી ગામમાં લોકોની જ્યાં સૌથી વધુ અવર-જવર હોય તેવી દુકાન-બેંક એમ ૧૪ પોઇન્ટ પર વોશ બેસિન મૂકવામાં આવેલા છે. કોઇ પણ વ્યક્તિ ખરીદી કરવા જાય તો તેને દુકાનની બહાર જ આવેલા વોશ બેસિનમાં સાબુથી હાથ ધોવાના અને પછી જ તેને ચીજવસ્તુ મળે તેવો નિયમ બનાવી દેવામાં આવ્યો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter