ગાંધીનગર: ૭૦-૮૦ના દાયકામાં જનસંઘ-ભાજપને ઊભો કરનારા શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા છે અને લોકસભા ચૂંટણી પૂર્વે તેમણે રાજ્યભરમાં પ્રવાસ કાર્યક્રમો શરૂ કર્યાં છે. ઊંઝામાં નારાયણ પટેલના ઘરે બપોરના ભોજન સાથે બે અઢી કલાકના રોકાણ દરમિયાન શંકરસિંહ બાપુએ ભાજપી કાકાને કહ્યું કે, જે પાર્ટીને તમે ૫૩ વર્ષ આપ્યા તેણે સાવ આવું કર્યું? આ વાતનો ઉલ્લેખ કરતાં શંકરસિંહે કહ્યું કે, કાકા સાથે પારિવારિક સંબંધો છે તેથી મેં પૂછ્યું કે, હિંદુસ્તાનમાં પહેલી વખત સહકારી માળખામાં સરકારે એક તરફી નિર્ણય લઈને માર્કેટયાર્ડમાંથી કાકાની મંડળીઓને કાઢી નાંખી છે. કાકા સાથે જે થયું તે આઘાતરૂપ છે. એ નિસબતે હું તમને મળવા ગયો હતો.