સમાજની દીકરીઓ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો તેની સાથે સંબંધ ન રાખવા પ્રમુખનો અનુરોધ

Thursday 05th March 2020 07:40 EST
 
 

પાટણઃ સમાજની દીકરીઓ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો તેની સાથે વહેવાર ન રાખવો નહીં અને લગ્ન પ્રસંગે થતાં વધારાના ખર્ચ પર અંકુશ રાખવો આ બે મુદ્દાનો નિર્ણય ૮૪ કડવા પાટીદાર સમાજે તાજેતરમાં જાહેર કર્યો છે. ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે હરસિદ્ધ માતાજીના પટાંગણમાં રવિવારે ચાણસ્મા શહેરના ૮૪ કડવા પાટીદાર સમાજનું પ્રથમ સ્નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે સમાજ પ્રમુખ જશુભાઇ પટેલે જણાવ્યું હતું કે દીકરીઓ મા બાપની સંમતિ સિવાય નાતજાત જોયા વગર ભાગી જાય તો તેના માતા-પિતા તેની સાથે કોઇ પણ જાતનો સંબધ રાખશે નહીં. એવા માતા-પિતાનું જાહેરમાં સન્માન પણ કરાશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.

સમાજના અગ્રણી એ. જે. પટેલે જણાવ્યું હતું કે, સમાજનું સંગઠન મજબૂત કરવા, શિક્ષણ ક્ષેત્ર, ઉધોગક્ષેત્રે યુવાનો આગળ વધે, સમાજમાંથી કુરિવાજો દૂર કરવા, લગ્ન પ્રસંગે રાસ ગરબા બંધ કરવા, દીકરા દીકરીના લગ્ન લગ્નસમૂહમાં કરવા, ઓછા ખર્ચ કરવા અને વ્યસન મુક્તિ બાબતે સંમેલનમાં ચર્ચા થઈ હતી. આ પ્રસંગે પૂર્વ ગૃહ પ્રધાન રજનીભાઇ પટેલ, યુવા પ્રમુખ અશોકભાઈ પટેલ, ડી. એમ. પટેલ, ૮૪ કડવા પાટીદાર સમાજના ચાણસ્માના પ્રમુખ ભરતભાઇ પટેલ અને મંત્રી દેવચંદભાઈ પટેલ, યુવા કાર્યકર્તા હાદિક પટેલ અને ચંદુભાઈ પટેલ સહિતના ૮૪ પાટીદાર સમાજના તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter