ગણદેવીઃ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં પાંચ દાયકાથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને બ્લિડીંગ કન્ટ્રકશન જેવા કામ માટે સમગ્ર ભારત દેશમાંથી મોટી સંખ્યામાં યુવાનો જતા હોય છે. રોજગારી માટે સાઉદી ગયેલા યુવાનોમાંથી ગુજરાતના ૨૦ યુવાનોની વર્ક પરમિટ રિયાધની કંપનીએ રિન્યુ ન કરતા છેલ્લા પાંચ મહિનાથી તોઓ રિયાધમાં ફસાઇ ગયા હતા, પરંતુ સાઉદી સરકારે વિદેશી કામદારોને પરત મોકલવા માટેનું આયોજન કરતાં ગુજરાતના ૨૦ યુવાનો તાજેતરમાં સ્વદેશ પરત ફર્યાં છે. જે પૈકી નવસારી જિલ્લાના ૮ યુવાનો પરત આવતાં પરિજનોને હાશકારો થયો છે.
છેલ્લા બે વર્ષથી સ્થિતિ બદલાતા સાઉદી ગયેલા યુવાનોને કામ મળવામાં સમસ્યા ઊભી થઇ હતી, તેમાં કંપનીએ પણ વર્ક પરમિટ રિન્યુ કરવા માટે નાણાં આપવાની ના પાડી દેતાં યુવાનોની હાલત કફોડી બની હતી. કારણ કે નાણાંના અભાવે તેઓ પરમિટ રિન્યુ પણ કરાવી શકતા નહોતા કે પોતાના માદરે વતન પણ આવી શકતા નહોતા.
સાઉદીની ફસાયેલા વિદેશી કર્મચારીઓને વતન પાછા મોકલવાની યોજના શરૂ કરતાં યુવાનો સ્વદેશ પરત ફર્યાં છે.