સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)નું સપનું હકીકતમાં બદલવામાં યોગદાન તો અનેકનું છે, પણ તેનું સુકાન સંભાળ્યું હતું 14 સભ્યોની ટીમે. ચેરમેન તરીકે વલ્લભભાઇ પટેલે જવાબદારી સંભાળી હતી અને તેમને સાથ આપ્યો હતો વાઇસ ચેરમેન અશેષભાઇ દોશી, સેક્રેટરી માણેકભાઇ લાઠિયા તથા ઇશ્વરભાઇ નાવડિયા, કો-સેક્રેટરી રાજેન્દ્રભાઇ શાહ તથા ડાયાભાઇ જીવાણી, ટ્રેઝરર - મનહરભાઇ સાંસપરા અને તુલસીભાઇ મોણપરાએ. હીરાઉદ્યોગમાં મોખરાનું નામ ધરાવતા કોર કમિટી મેમ્બર્સ એવા ગોવિંદભાઇ ધોળકિયા, સેવંતીભાઇ શાહ, મથુરભાઇ સવાણી, લાલજીભાઇ પટેલ, દિયાલભાઇ વાઘાણી અને અરવિંદભાઇ ધાનેરાએ આ કમિટીના માર્ગદર્શક તરીકે ભૂમિકા ભજવી હતી.