સુરત: હજીરા સ્થિત એસ્સાર પોર્ટથી મુંબઇમાં બાન્દ્રા-વરસી સી-લિન્ક વચ્ચે ક્રૂઝ આધારિત પેસેન્જર ફેરી સર્વિસનો આરંભ ૧૬મી નવેમ્બરથી થયો છે. એસએસઆર મરીન સર્વિસિસ પ્રાઇવેટ લિ. ૨૦૦ પેસેન્જરની ક્ષમતા ધરાવતી પેસેન્જર ફેરી વેસલ ક્રૂઝ મુંબઇ મેઇડનને ઓપરેટ કરશે. એસ્સાર પોર્ટ પરથી આ ક્રૂઝને ૧૬મીએ ફલેગ ઓફ કરાયું હતું. ફેરી સર્વિસની વિધિવત્ શરૂઆત ૨૨ નવેમ્બરે મુંબઇથી થશે
ફેરી સર્વિસ સપ્તાહમાં દર ગુરુવારે ઓપરેટ થશે. ગુરુવારે વેસલ પર ક્રૂઝ મુંબઇથી સાંજે ૫ વાગ્યે નીકળશે અને હજીરા પોર્ટ પર બીજા દિવસે (શુક્રવારે) સવારે ૯ વાગ્યે પહોંચશે. શુક્રવારે સાંજે ૫ વાગ્યે ફરી ઉપડશે અને શનિવારે સવારે ૯ વાગ્યે મુંબઇ પહોંચશે. આ વેસલ પર ત્રણ ડેક છે, ખાણી-પીણીની સુવિધા છે એમ એસએસઆર મરીન સર્વિસ દ્વારા જણાવાયું છે.
એસ્સાર પોર્ટસની એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ જણાવ્યું હતું કે, કંપનીએ પેસેન્જર ફેરી ટર્મિનલ પર કામગીરી પૂર્ણ કરી છે. હજીરા સ્થિત ટર્મિનલ ભવિષ્યમાં અન્ય વિવિધ રૂટ પર પણ પૂરી પાડવામાં આવતી ફેરી સેવાઓ તરફ દોરી જશે.
હજીરા પસેન્જર ફરી ટર્મિનલ એસાર કંપની દ્વારા નિર્મિત આ પ્રકારનું ત્રીજું ટર્મિનલ છે. સુરત અને મુંબઇ વચ્ચે શરૂ થયેલી ૨૦૦ પેસન્જરોની ક્ષમતા ધરાવતી પેસેન્જર ફરી વેસ્સલ સુરત અને મુંબઇ વચ્ચે એક, રોડ અને રેલ આધારિત જોડાણમાં વધુ એકનો નોંધપાત્ર વધારો કરશે.